નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.