પુણેમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બીજી વન-ડે મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ત્રણ મેચની સીરીઝ 1-1 થી સરભર થઇ ગઇ છે. ભારત તરફથી શિધર ધવને 68 રન અને દિનેશ કાર્તિકે અણનમ 68 રન કર્યા હતા. તો ભુવનેશ્વર કુમારીની શાનદાર બોલીંગની મદદથી ન્યુઝીલેન્ડને 230 રન સુધી જ સીમીત રાખ્યા હતા.
આ પહેલા ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પટીંગ પસંદ કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને શરૂઆતના ત્રણ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા અને કિવી ટીમને મોટો ઝટકો પડ્યો હતો. ઓપનર માર્ટીન ગુપટીલ 9 બોલમાં 11 રન, કોલીન મુનરો 17 બોલમાં 10 રન અને સુકાની કેન વિલિયન્સન 14 બોલમાં 3 રન કરી સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ભુવનેશ્વર કુમારે માર્ટીન ગપટીલને 2.4 ઓવરમાં 11 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ પહેલી વન-ડેમાં હીરો રહેલા રોસ ટેલર અને ટોમ લથા આજે મોટી ઇનીંગ રમવામાં સફળ થયા ન હતા. હાર્દીક પંડ્યાએ રોસ ટેલરને વિકેટ પાછળ ધોનીના હાથમાં બોલ આપી દેતા આઉટ થયો હતો. તો ટોમ લથામ 62 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અક્ષર પટેલની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ત્યાર બાદ હેનરી નિકોલસ અને કોલીન ડે એ થોડા સારા શોટ્સ લગાવ્યા હતા. હેરનીએ 62 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 42 રન કર્યા હતા. તે ભુવનેશ્વર કુમારની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કોલીન ડેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41રન કર્યા હતા. તે ચહલની ઓવરમાં બુમરાહને કેચ આપી દેતા આઉટ થઇ ગયો હતો. આમ પુરી ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 230 રન કરી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ, જસપ્રીત બુરમાહ અને ચહલે 2-2 વિકેટ લીધી હતી. તો હાર્દીક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. તો ભારતની શરૂઆત સારી રહી હતી. ઓપનર રોહીત શર્મા 7 રને આઉટ થયા બાદ શિખર ધવને શાનદાર પ્રદર્શન કરતા 84 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન કર્યા હતા. સુકાની વિરાટ કોહલીએ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને 29 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 29 રન કર્યા હતા. તો આજે ચોથા ક્રમે આવેલા દિનેશ કાર્તિકે શાનદાર પ્રદર્શન કરતા 92 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 64 રન કર્યા હતા.