અત્યાર સુધી તમે ક્રિકેટમાં ફિક્સીંગની વાતો સાંભળી હતી. પરંતુ હવે પીચનું ફિક્સીંગ સામે આવ્યું છે. તમે બરાબર સાંભળી રહ્યા છો. એક ટીવી ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં પીચનું ફિક્સીંગ સામે આવ્યું છે. આ પીચને બેટીંગ અને સ્પિર્સને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં પુણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પિચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરનું નામ સામે આવ્યું છે.
પુણે ક્રિકેટ ગ્રાઉન્ડના પીચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરનું નામ સામે આવતાની સાથે ક્રિકેટ એસોસીએશને તેને આ મેચમાંથી અગલ કરી દેવામાં આવ્યો છે. હવે BCCI ના પીચ ક્યુરેટર આ પીચની સાર સંભાળ રાખશે.
શું કહ્યું BCCI ના એક્ટીંગ સેક્રેટરી અમિતાભ ચૌધરીએ
અમિતાભ ચૌધરીએ કહ્યું કે “મેચ પહેલા એક મીટીંગ થશે અને ત્યાર બાદ જ મેચ થવા પર નિર્ણય કરવામાં આવશે. ICC અને BCCI ના મેચ રેફરી પુણે ક્રિકેટ ગ્રાઉંડની પીચનું ઇંસ્પેક્શન કર્યું હતું અને જાહેર કર્યું હતું કે પુણેની પીચ રમવા માટે સંપુર્ણ બરોબર છે. એટલે આજની મેચ સમયસર રમાવાની જાહેરાત કરી છે.”
આ ખુલાસા થયા બાદ ક્રિકેટ ફરી એકવાર વિવાદનું ઘર બની ગઇ છે. હવે મેચ ફિક્સીંગ-સ્પોટ ફિક્સીંગ બાદ અને પીચ ફિક્સીંગનું નવું રૂપ સામે આવ્યું છે. આમ આ નવો વિવાદ ક્રિકેટ સાથે જોડાઇ ગયો છે. તો પુર્વ ભારતીય ક્રિકેટર અને સુકાની સૌરવ ગાંગુલીએ આ ખુલાસા થયા બાદ કહ્યું હતું કે “આ અત્યંત ગંભીર મામલો કહેવાય.”