સોમવારથી શરૂ થયેલી ચાર દિવસીય બિન સત્તાવાર ટેસ્ટના પહેલા દિવસે ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એનો પહેલો દાવ 164 રને સમેટીને વળતા જવાબમાં સ્ટમ્પ સમયે 2 વિકેટે 129 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે શુભમન ગીલ 66 અને અંકિત બાવને 6 રને રમતમાં હતા, અને યજમાન ટીમ હજુ 35 રન પાછળ છે.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પ્રવાસી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેના ઓપનર એડેન માર્કરમ અને પીટર મલાન ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા. તે પછી તેઓ નિયમિત ગાળામાં વિકેટ ગુમાવતા રહેતા માત્ર 22 રનના સ્કોર પર તેમની અડધી ટીમ પેવેલિયનમાં બેઠી હતી. ડેન પીટે 33, વિયાન મુલ્ડરે 21 જ્યારે માક્રો જનસેને 45 રન કરતાં તેઓ 164 સુધી પહોંચ્યા હતા.