નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ (IND Vs ENG) વચ્ચે ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. ભારત માટે આ ટેસ્ટ શ્રેણીમાં ઋષભ પંત ખૂબ મહત્વનો ખેલાડી છે. ઋષભ પંતે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ ખૂબ જ ખાસ રણનીતિ બનાવી છે. ઋષભ પંતે કહ્યું છે કે ઈંગ્લેન્ડમાં બેટિંગ કરતી વખતે ક્રિઝની બહાર ઉભા રહેવું અને બોલરોનું સન્માન કરવું અન્ય દેશોની સરખામણીમાં વધુ મહત્વનું રહેશે.
પંતે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે તે વિશે જણાવ્યું છે. સ્ટાર ખેલાડીએ કહ્યું કે, “એક ક્રિકેટર તરીકે જ્યારે તમારે દુનિયાભરમાં રમવું હોય ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે તમે ઇંગ્લેન્ડ આવો છો ત્યારે તમે જાણો છો કે બોલ ઘણો સ્વિંગ થવાનો છે, તેથી હા હું ક્રીઝની બહાર થોડી બેટિંગ કરી રહ્યો છું.
પંત ટેસ્ટ મેચ દરમિયાન ક્રિઝનો વધુ ઉપયોગ કરતા જોવા મળશે. પંતે કહ્યું, “ખાસ કરીને આવી પરિસ્થિતિઓમાં ક્રિઝનો ઉપયોગ કરવો એ એક મહત્વની બાબત છે. તમારે બોલરનું સન્માન અન્યત્ર કરતાં થોડું વધારે કરવું પડશે. હું ટેસ્ટ મેચ દરમિયાન આવું કરવા માટે આતુર છું.
ઋષભ પંતની વિકેટકીપિંગમાં પણ સુધારો થયો છે
ભારતીય બેટ્સમેનો માટે સૌથી મોટો પડકાર ઇંગ્લેન્ડમાં લેટરલ મૂવમેન્ટનો સામનો કરવાનો રહેશે. જોકે ઋષભ પંત ભૂતકાળમાં ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. ઋષભ પંતે ઓવલ ખાતે પાંચમી અને અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 114 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ઋષભ પંતની વિકેટકીપિંગમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. ઋષભ પંતે જે રીતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરી છે, તે વિશ્વના સૌથી ખતરનાક ટેસ્ટ ખેલાડીઓમાં સામેલ થયો છે.