India vs England 3rd Test: ભારતીય ટીમને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે. શ્રેયસ અય્યર પીઠની ઈજા અને પીઠમાં જકડાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જેના કારણે અય્યરને બેટિંગ કરતી વખતે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ હવે શ્રેયસ અય્યર પર શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થવાનો ખતરો છે. જો શ્રેયસ અય્યર શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર રહે છે તો સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.
શ્રેયસ અય્યર આઉટ! સરફરાઝને તક મળી શકે છે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શ્રેયસ અય્યરને હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. શ્રેયસ ઐય્યર અત્યાર સુધી આ સિરીઝમાં વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ મિડલ ઓર્ડરમાં તેની હાજરીને કારણે થોડી તાકાત હતી. આવી સ્થિતિમાં, શક્ય છે કે સરફરાઝ ખાનને શ્રેણીની બાકીની મેચો માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, સરફરાઝ ખાનને બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તે વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો.
રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા હતા. હવે આશા છે કે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. જો કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરે છે તો ફરી એકવાર સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે, શક્ય છે કે પસંદગીકારો કેએલ રાહુલની સાથે સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરી શકે.
ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બે મેચ રમાઈ છે. બંને ટીમોએ અત્યાર સુધી 1-1 મેચ જીતી છે. હવે શ્રેણીની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. જેને લઈને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલીની વાપસી અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી, હાલમાં પસંદગીકારો પણ વિરાટ કોહલીની ઉપલબ્ધતાની રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. જો કે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચોક્કસ ફેરફાર થશે.