IND vs AUS: રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. આ ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લઈને મોટા અપડેટ્સ સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ભાગ નહીં લે, જ્યારે આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી છે.
IND vs AUS આકાશદીપ ઈજાના કારણે સિડની ટેસ્ટમાં નહીં રમે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે. આ સિવાય કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે અને રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ પણ ટીમમાં વાપસી કરશે.
ટીમની બેટિંગમાં બદલાવ આવવાનો છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે શુભમન ગિલ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. વિરાટ કોહલી ચોથા નંબરે અને રિષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરશે.સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંને પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. ફાસ્ટ બોલરોમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામ સામેલ છે.
રોહિત શર્મા ના રમવાના કારણે જસપ્રીત બુમરાહ ફરી એકવાર કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી હતી.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.