IND vs AUS: ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા આ લેજન્ડનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS: કેએલ રાહુલે બીજી ઇનિંગમાં 44 બોલમાં 10 રન બનાવ્યા હતા. આ વિકેટ કીપર બેટ્સમેનને કોરી રોચીસિયોલીએ બોલ્ડ આઉટ કર્યો હતો. આ પહેલા કેએલ રાહુલ પ્રથમ ઈનિંગમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો
IND vs AUS:મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમાઈ રહી છે. ઇન્ડિયા એ નો સ્કોર બીજા દિવસની રમતના અંત સુધી 5 વિકેટે 73 રન છે. આ રીતે ઇન્ડિયા એ ની લીડ 11 રનની રહી છે. ભારત એ માટે નીતીશકુમાર રેડ્ડી અને ધ્રુવ જુરેલ નોટઆઉટ પરત ફર્યા હતા. અગાઉ કેએલ રાહુલ, અભિમન્યુ ઇસ્વરન, રુતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુધરસન જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અગાઉ ભારતીય બેટ્સમેનોનો સતત ફ્લોપ દેખાવ કરવો એ સારો સંકેત નથી. ખાસ કરીને કેએલ રાહુલના કંગાળ ફોર્મને કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીમાં વધારો થયો છે.
કેએલ રાહુલની સતત ફ્લોપ
IND vs AUS:કેએલ રાહુલે બીજી ઇનિંગમાં 44 બોલમાં 10 રન બનાવ્યા હતા. આ વિકેટ કીપર બેટ્સમેનને કોરી રોચીસિયોલીએ બોલ્ડ આઉટ કર્યો હતો. આ પહેલા કેએલ રાહુલ પ્રથમ ઇનિંગમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો. આ રીતે કેએલ રાહુલે ટેસ્ટની બંને ઇનિંગમાં 14 રન બનાવ્યા હતા. હવે સવાલ એ છે કે કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તક મળશે? ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં કેએલ રાહુલ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનો ઓપનર બની શકે છે, પરંતુ ખરાબ ફોર્મ પરેશાનીનું કારણ બની રહે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ શરૂ થઈ રહી છે. હાલમાં જ બોર્ડર-ગાવસ્કર સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં રહેશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુબમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટ કીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.