પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 18 ઓક્ટોબરે અબુ ધાબીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ-હકે પદાર્પણ કર્યુ છે. 21 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી અને ક્રિકેટપ્રેમીઓએ આ ક્રિકેટરના ખૂબ વખાણ કર્યા. મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાનની ટીવી પત્રકાર ફજીલા સબાએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો અને તેને શુભેચ્છા પાઠવી. ટીવી પત્રકાર ફજીલાએ કેપ્શનમાં લખ્યુ, ‘પદાર્પણ બાદની મેચમાં જ સદી. ઈમામ ઉલ હકને વધુ એક સફળતા.’ આ ટિ્વટ જોયા બાદ ઈમામે ‘આંટી’ કહી તેણીને આભાર પ્રગટ કર્યો.
ફજીલાએ પોતાને ‘આંટી’ ગણાવી
ઈમામે આંટી કહ્યા બાદ ફજીલા પોતાને રોકી શકી નહીં અને તેણે વધુ એક ટિ્વટ કર્યુ. તેણે ટિ્વટમાં લખ્યુ, “નિશ્ચિતપણે તમે અમારા માટે સીરીઝના હીરો હતા. તમારી આંટી તરફથી તમને શુભેચ્છા.”
ટ્વીટરમાં ‘આંટી’ની મજાક ઉડાવી
આ ટિ્વટ દ્વારા ફજીલાએ પોતાની જ મજાક ઉડાવી. જેને કારણે યુઝર્સે કોમેન્ટ કરી ફજીલાની મજાક ઉડાવી. એક યુઝર્સે કહ્યું, “ઈમામ ભાઈ આપકી આંટી તો બહુત અચ્છી હૈ, જરા સા ભી ગુસ્સા નહીં કરતી. આંટી હો તો એસી ફજીલા આંટી જૈસી.”