બીસીસીઆઇની વહીવટદારોની કમિટી (સીઓએ)એ નિર્ણય કર્યો છે કે તે હિતોના ટકરાવ મામલે રાહુલ દ્રવિડનો કેસ લડશે. આ બાબત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના જ એક અધિકારીએ સવાલ ઉઠાવ્યો છે કે જો સીઓએ દ્રવિડનો કેસ લડી શકતી હોય તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને કેસ કેમ ન લડાયો?
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે સીઓએએ હિતોના ટકરાવ મામલે જે પ્રકારનું વલણ દ્રવિડ માટે અપનાવ્યું તેવું વલણ સૌરવ, સચિન કે લક્ષમણના કેસમાં પણ અપનાવવું જોઇતું હતું. અધિકારીએ કહ્યું હતું કે જો હું પ્રામાણિકતાથી કહું તો સીઓએનું આ મનમાનીભર્યુ વલણ સમજાતું નથી. બીસીસીઆઇની નજરમાં તમામ ખેલાડીઓ એક સમાન હોવા જોઇએ.