India Cricket news: Hardik Pandya Return T20 World Cup 2024: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ દિવસોમાં હાર્દિક પંડ્યા ટીમમાં પુનરાગમન કરવા માટે ખૂબ જ સખત વર્કઆઉટ કરી રહ્યો છે. સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સાથેની ટી-20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
હાર્દિકની ગેરહાજરીમાં T20 ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માને સોંપવામાં આવી છે. હવે એવી પૂરી આશા છે કે હાર્દિક પંડ્યા જૂન 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. જે બાદ મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે હાર્દિક પંડ્યાની T20 ટીમમાં વાપસી બાદ શું રોહિત શર્મા કેપ્ટનશિપ ગુમાવશે?
હાર્દિકની વાપસીથી રોહિતની કેપ્ટનશીપ જોખમમાં છે
હાર્દિક પંડ્યા આ દિવસોમાં ટીમમાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. હાર્દિકના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહ્યા છે. જો કે હાર્દિક ક્યારે ટીમમાં પરત ફરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ સામે આવ્યું નથી. રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
જે બાદ સમાચાર આવ્યા કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024માં પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. હવે બીજી તરફ હાર્દિક પંડ્યા પણ T20 વર્લ્ડ કપ માટે પોતાને ફિટ રાખી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાની વાપસી બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે તે જોવું રહ્યું.
આજથી અફઘાનિસ્તાન સાથે ટી-20 સિરીઝ શરૂ થશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ લાંબા સમય બાદ ટી20 ટીમમાં વાપસી થઈ છે. જોકે, વિરાટ કોહલી પ્રથમ મેચમાં રમતા જોવા મળશે નહીં. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે.