સાઉથ આફ્રિકાએ આઈસીસીની લેટેસ્ટ વનડે ટીમની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પછાડીને નંબર વનનો સ્થાન મેળવી લીધો છે. આઈસીસીએ જાહેર કરેલી લેટેસ્ટ રેન્કિંગથી આ જાણકારી મળી છે.સાઉથ આફ્રિકાની ટીમ 51 મેચોમાં 6,244 પોઈન્ટ મેળવીને આઈસીસીની વનડે ટીમોની રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાયેલી બીજી વનડેમાં મળેલી જીતના કારણે આફ્રિકા શીર્ષ સ્થાને પહોંચી ગયું છે. નંબર વન પર રહેલી ટીમ ઈન્ડિયા બીજા નંબરે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા પાસે 50 મેચોમાં 5,993 પોઈન્ટ મળ્યા છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચ વનડે મેચોની સીરીઝમાં 4-1થી માત આપીને રેન્કિંગમાં પહેલો સ્થાન મેળવ્યો છે.
બંને ટીમોની રેન્કિંગ 120-120 છે, પરંતુ દશાંશ ગણતરીમાં આફ્રિકાની ટીમ ભારતથી આગળ છે. ભારતીય ટીમ હવે રવીવારથી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ વનડે મેચોની સીરીઝ રમશે. પહેલી મેચ બંને ટીમો વચ્ચે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તેવામાં ભારત પાસે બીજી વાર નંબર-1 બનવાની તક છે.
ICC વનડે રેન્કિંગ ટોપ-8
દક્ષિણ આફ્રિકા – 120
ભારત – 120
ઓસ્ટ્રેલિયા – 114
ઈંગ્લેન્ડ – 114
ન્યૂઝીલેન્ડ – 111
પાકિસ્તાન – 98
બાંગ્લાદેશ – 92
શ્રીલંકા- 84