ICC Champions Trophy: પાકિસ્તાનના સ્ટેડિયમ 2025 માટે તૈયાર નથી, કામ ક્યારે પૂરું થશે?
ICC Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં 19મી ફેબ્રુઆરીથી યોજાવા જઈ રહી છે, પરંતુ પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટ માટે નિર્ધારિત સ્ટેડિયમ હજુ તૈયાર થયા નથી. આ મુદ્દાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર સવાલો ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને જ્યારે ટૂર્નામેન્ટમાં માત્ર એક મહિનો બાકી છે.
કાર્ય હજુ બાકી છે
હાલમાં પાકિસ્તાનના મુખ્ય શહેરો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં સ્થિત સ્ટેડિયમોમાં પિચ અને આઉટફિલ્ડ પર કામ ચાલી રહ્યું છે. સમયના અભાવ અને તૈયારીઓમાં વિલંબને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સ્પોર્ટ્સ એડિટર સાહિલ મલ્હોત્રાએ પોતાની એક પોસ્ટ શેર કરતી વખતે હવે ICC ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
https://twitter.com/CricCrazyJohns/status/1876883937739325947
ભારત-પાકિસ્તાન મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ક્રિકેટ ચાહકો માટે એક મોટું આકર્ષણ હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત તેની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. ક્રિકેટ ચાહકો આ હાઈવોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે BCCIએ હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરી નથી, પરંતુ આશા છે કે 12 જાન્યુઆરી સુધીમાં ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત થઈ જશે.
આખરે, પાકિસ્તાનમાં સ્ટેડિયમ ક્યારે તૈયાર થશે, તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે ટુર્નામેન્ટના આયોજન માટે ઓછો સમય બચ્યો છે.