પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ મંગળવારે હરિયાણાના નૂંહ જિલ્લાની શામિયા આરઝૂ સાથે દૂબઇની એટલાન્ટિસ પામ જૂમેરા પાર્ક હોટલમાં નિકાહ પઢ્યા હતા. બંનેના લગ્નની વાત સૌશિયલ મીડિયા પર વાયરલ રહી હતી. આ બંનેએ પોતાના નિકાહ પહેલા પ્રિ વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું અને તેના ફોટાઓ પણ વાયરલ બન્યા હતા. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે, જ્યારે તેના પિતા લિયાકત અલી માજી પંચાયત અધિકારી છે.
#HassnAli and his bride #SamyahKhan dance on their Wedding
v.c @daartistphoto pic.twitter.com/SZ8vXBVKqy
— PakistaniExpatriates.Com ?? (@pakistaniexpats) August 20, 2019
હસન અલીના લગ્નની ચર્ચા દુબઇમાં ભારતીય અને પાકિસ્તાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. કાળા રંગની શેરવાની અને પાઘડી પહેરીને આવેલો હસન અલી પરંપરાગત લહેંગામાં સજ્જ શામિયા સાથે લગ્ન પછી બોલિવુડના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેનો સાથી ખેલાડી શાદાબ ખાન તેના એ ડાન્સને પોતાના મોબાઇલમાં શૂટ કરતો જોવા મળ્યો હતો. હસન અલી અને શામિયા આરઝૂના આ ડાન્સનો વીડિયો પણ વાયરલ બની ગયો હતો.