યૂએઈમાં આઈસીસી ટી-20માં વિશ્વ કપમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને તેમની સ્વદેશી વાપસી થઈ ગઈ છે. ટીમના સભ્યોની વતન વાપસી થઈ રહી છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની કસ્ટમ વિભાગે તપાસ કરી હતી. આ દરમિયાન તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયાની બે ઘડિયાળ મળી આવી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને આ ઘડિયાળો અંગે પૂછવામા આવ્યું તો કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહતો.
હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળો સાથે જોડાયેલા કોઈ જ બિલ પણ નહતા. તે પછી હાર્દિક પાસેથી કસ્ટમ વિભાગે ઘડિયાળો જપ્ત કરી લીધી. આ અંગે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આનાથી પહેલા નવેમ્બર 2020માં હાર્દિકના મોટા ભાઈ ક્રૃણાલ પંડ્યા પાસે પણ લક્ઝરી ઘડિયાળો મળી હતી. તે વખતે પણ ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલીજેન્સી (DRI)ના અધિકારીઓએ રોકી દીધી હતી. તે પછી આ કેસને કસ્ટમને વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.