નવી દિલ્હી: ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી પાંચ કરોડની બે ઘડિયાળ અંગે નિવેદન આપતા કહ્યું છે કે 15 નવેમ્બરની સવારે દૂબઈથી મુંબઈ પહોંચવા પર હું પોતે કસ્ટમ ડ્યુટી ચૂકાવવા માટે એરપોર્ટના કસ્ટમ કાઉન્ટર પર ગયો હતો.
મારા અંગે સોશિયલ મીડિયાપર ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. કેમ કે મેં પોતે જ બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારા પાસે દસ્તાવેજ માંગ્યા છે. તેઓ હાલમાં સાચી ડ્યુટીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. હું સંપૂર્ણ ડ્યુટી ભરવા માટે તૈયાર છું. સાથે જ સોશિયલ મીડિયા પર ઘડિયાની કિંમત પાંચ કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે પણ ખોટી માહિતી છે. ઘડિયાળની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
આનાથી પહેલા ANIના હવાલાથી સમાચાર આવ્યા હતા કે દૂબાઈથી મુંબઈ પરત આવેલા હાર્દિક પંડ્યાની કસ્ટમ વિભાગે જ્યારે એરપોર્ટ પર તપાસ કરી તો પાંચ કરોડની કિંમતની બે ઘડિયાળો મળી છે. જોકે, હવે હાર્દિક પંડ્યાએ તે અંગે સ્પષ્ટતા કરીને તે બધા જ સમાચારોને ખોટા ગણાવ્યા છે.