ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ભલે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે પરંતુ તે સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ભજ્જીએ તાજેતરમાં એક ટ્વીટ જોયુ જેમાં એક બાળકી ‘કાવ્યા’ને જોઇને તેનું દિલ પીગળી ઉઠ્યું હતું. વાસ્તવમાં કાવ્યા, માથાની સોજાની બિમારીથી પીડાઇ રહી છે.
હરભજને કાવ્યાની મદદ માટે કરેલું એક ટ્વીટ જોયુ અને રિપ્લાઇ કરતા કહ્યુ કે તે તેની મદદ કરવા ઇચ્છે છે. જે પછી ભજ્જી કાવ્યાને મળવા માટે હોસ્પિટલ પણ પહોંચીને તેને મળ્યો હતો. આ બાળકી માટે 4600 અમેરિકન ડોલરની મદદ માંગવામાં આવી હતી.
હરભજને ટ્વિટ કરીને કહ્યું કે, ”કાવ્યા અમારી જ દીકરી છે. ભગવાન તેની રક્ષા કરશે. અમે તો બસ અમારી ફરજ નીભાવી રહ્યાં છીએ.”
સોશ્યલ મીડિયા પર રહે છે એક્ટિવ:
ઉલ્લેખનીય છે કે ભજ્જી સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ટીમ ઇન્ડિયામાં કોઇ મુસ્લિમ ખેલાડી નહીં હોવા પર સવાલ ઉઠાવ્યા હતાં ત્યારે હરભજન તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
સંજીવ ભટ્ટે ટ્વિટ કર્યું હતું કે,’ ‘શું આ સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં કોઇ મુસ્લિમ ખેલાડી છે?” આ પર હરભજન સિંહે તેનો જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે, ”હિંદુ, મુસ્લિમ શીખ ઇસાઇ આપસમેં હૈ ભાઇ ભાઇ, ક્રિકેટની ટીમમાં રમતો દરેક ખેલાડી હિંદુસ્તાની છે. તેની જાત અથવા રંગની વાત ના થવી જોઇએ (જય ભારત)”