London Black Taxi જોફ્રા આર્ચરની તુલના ‘લંડનની બ્લેક ટેક્સી’ સાથે કરીને જાતિવાદના વિવાદમાં ફસાયો હરભજનશિંહ, સોશિયલ મીડિયા પર દેકારો
London Black Taxi ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની હાઈ-સ્કોરિંગ મેચમાં બેટ્સમેનોએ બોલરોને ફટકાર્યા હતા. તે જ મેચમાં કોમેન્ટેટર અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પ્રત્યે અસંવેદનશીલ વંશીય ટિપ્પણી કરી હતી, જેના પછી ભજ્જીનો સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના SRHની પ્રથમ ઇનિંગની 18મી ઓવરમાં બની જ્યારે આર્ચર ઇશાન કિશન અને હેનરિક ક્લાસેનને બોલિંગ કરી રહ્યો હતો. ક્લાસને આર્ચર સામે સતત બાઉન્ડ્રી ફટકારી ત્યારે ભજ્જીએ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ભજ્જીએ શું કહ્યું?
IPL 2025 ની SRH vs RR મેચમાં, ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન જોફ્રા આર્ચરની બોલિંગ પર એક પછી એક બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા. આ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં બેસીને પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કોમેન્ટ કરી કે લંડનમાં બ્લેક ટેક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ચાલે છે.
ભજ્જીને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ
ભજ્જીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ફેલાયો છે અને ચાહકોએ IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી હરભજનને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર ભજ્જી પર જાતિવાદનો આરોપ લગાવીને તેને સતત નિશાન બનાવી રહ્યા છે.
જોફ્રાએ આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો
IPL 2025માં જોફ્રા આર્ચરનું ડેબ્યૂ ખૂબ જ મુશ્કેલ હતું. તેણે હૈદરાબાદ સામે કોઈ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. આ પ્રદર્શન સાથે તેણે શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે IPL ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરનાર બોલર બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ મોહિત શર્માના નામે હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી દિલ્હી કેપિટલ્સ સામે બોલિંગ કરતી વખતે મોહિતે કોઈ વિકેટ લીધા વિના 73 રન આપ્યા હતા