સબીના પાર્ક પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન હનુમા વિહારીએ પહેલી ઇનીંગમાં સદી અને બીજી ઇનિંગમાં અર્ધસદી ફટકારી તેની સાથે જ તે એશિયા બહાર એક જ ટેસ્ટની બે ઇનિંગમાં આવું પરાક્રમ કરનારો ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો હતો.
ભારત વતી છેલ્લે આવું પરાક્રમ સચિન તેંદુલકરે 1990માં કર્યું હતું. સચિને ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરતાં પહેલા દાવમાં 61 અને બીજા દાવમાં 119 રનની ઇનિંગ રમી હતી. વિહારી અને સચિન પહેલા ભારતના અન્ય ત્રણ બેટ્સમેન આવું પરાક્રમ કરી ચુક્યા છે.
ભારત વતી એક ટેસ્ટમાં સદી અને અર્ધસદી ફટકારનાર ખેલાડીઓ
ખેલાડી હરીફ ટીમ વ્યક્તિગત સ્કોર વર્ષ
પોલી ઉમરીગર વેસ્ટઇન્ડિઝ 56 અને 172* 1962
નવાબ પટૌડી ઇંગ્લેન્ડ 64 અને 148 1967
એમએલ જયસિંહા ઇંગ્લેન્ડ 74 અને 101 1968
સચિન તેંદુલકર ઇંગ્લેન્ડ 68 અને 119 1990
હનુમા વિહારી વેસ્ટઇન્ડિઝ 111 અને 53 2019