પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીએ હરિયાણાની સામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા પછી વધુ એક વિદેશી ક્રિકેટર ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કરે તેવી સંભાવના છે. અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારતીય મૂળની સેલીબ્રિટી વીની રમન સાથે લગ્ન કરે તેવી સંભાવના છે.
મેક્સવેલ અને વીની હંમેશા એકબીજા સાથે જોવા મળે છે અને તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે તેઓ લગ્ન કયારે કરવાના છે તે અંગે કોઇ ખુલાસો થયો નથી.આ બંને એકબીજા સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને બંને એકબીજા સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પરહંમેશા શેર કરતાં રહે છે. એ ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર શોન ટેટે પણ 2014માં ભારતીય મૂળની યુવતી અને મોડલ માસૂમ સિંઘા સાથે જ લગ્ન કર્યા છે.