Gautam Gambhir: ઓસ્ટ્રેલિયામાં હાર પર BCCI ગૌતમ ગંભીરને કરી શકે છે સવાલ, 12 જાન્યુઆરીએ ખાસ બેઠક
Gautam Gambhir: ભારતે છેલ્લા 10 વર્ષોથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો હતો, પરંતુ આ વખતે તેને ઑસટ્રેલિયા દોરે પર હારનો સામનો કરવો પડ્યો. ભારતને 5 ટેસ્ટ મૅચોની શ્રેણી 1-3થી હારી. આ હાર પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગાંભીર હવે BCCIની રડાર પર આવી શકે છે. એવી ખબર છે કે 12 જાન્યુઆરીએ યોજાનાર BCCIની વિશેષ જનરલ મીટિંગ (SGM)માં તેમને હારના કારણો પર સવાલો કરવામાં આવી શકે છે.
BCCIની SGMમાં ગૌતમ ગાંભીરને સવાલો થઈ શકે છે
12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાનારી SGMનો મુખ્ય એજન્ડા સેક્રેટરી અને ટ્રેઝરરની ચૂંટણી સાથે સંબંધિત છે. જો કે, ટેલિગ્રાફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પણ ઓસ્ટ્રેલિયામાં હારના કારણો પર સવાલ કરવામાં આવી શકે છે. ભારતે 10 વર્ષ સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર પોતાની પકડ જાળવી રાખી હતી, પરંતુ આ વખતે તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ગૌતમ ગંભીરના કોચ બન્યા પછીના પડકારો
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ લાંબા ફોર્મેટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકામાં વનડે સીરીઝ હાર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ટીમનો પરાજય થયો છે. દરમિયાન, ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ગંભીરના નેતૃત્વમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજયને કારણે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશા ઠગારી નીવડી હતી અને ટીમ ઈન્ડિયાને ટેસ્ટ રેન્કિંગમાં પણ ઝટકો લાગ્યો હતો. હવે ભારતીય ટીમ ત્રીજા નંબર પર આવી ગઈ છે.