નવી દિલ્હીઃ કોલકાત્તા નાઈટ રાઈડર્સના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તાજેતરમાં એ કન્ફર્મ કર્યું છે કે આઈપીએલ 2021ની બાકીની મેચો માટે જો ઈયોન મોર્ગન ઉપલબ્ધ નહીં થાય તો તે ટીમની કમાન સંભાળવા માટે એકદમ તૈયાર છે. આનાથી તેમને કોઈ સમસ્યા નથી. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસની આઈપીએલ 2021ની વચ્ચે મેચોમાં ઉપલબ્ધતા ઉપર પણ મોટું નિવેદન આપ્યું છે.
આઈપીએલના બાયોબબલમાં કોરોના વાયરસની એન્ટ્રી બાદ બીસીસીઆઈએ આ લીગને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દીધી છે. તાજેતરમાં થયેલી એક મીટિંગમાં આ રંગારંગ લીગને સપ્ટેમબ્ર અને ઓક્ટોબરને સમય યુએઈમાં પુરો કરવાનો નિર્ણય કર્યો છે. હવે ક્રિકેટ જગતમાં એવા ઉભા થવા લાગ્યા છે કે વિદેશી ખેલાડી આ લીગમાં ફરીથી ભાગ લેશે કે નહીં.
કોલકાત્તાની ટીમમાં પેન્ટ કમિસ, ઈયોન મોર્ગન, લોકી ફર્ગ્યૂસન, આંદ્રે રસેલ, શાકિબ અલ હસન અને સુનિલ જેવા અનેક મેચ વિજેતા ખેલાડી છે. જો આ ખેલાડી આઈપીએલ 2021માં બાકી મેચો માટે ટીમની સાથે નહીં જોડાતા અને આનાથી કેકેઆરને ખુબ જ નુકસાન થશે.
જોકે ટીમ આ સીજનમાં ખુબ જ પાછળ પડી રહી છે. આઈપીએલ સ્થગિત થયા પહેલા કેરેઆર 7માંથી 2 મેચ જીતી હતી. અને સ્કોર બોર્ડ ઉપર 7માં સ્થાન ઉપર છે.