કોલકત્તા : ભારતીય ટીમના પુર્વ સુકાની અને બંગાળ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટા ભાઇ સ્નેહાશીષ ગાંગુલીની તબીયત ઘણી ગંભીર બની ગઇ છે. ડેંગુ પીડિત સ્નેહાશીષની પ્લેટલેટનું કાઉન્ટીંગ 20,000 સુધી પહોચી ગયું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે સ્વસ્થ માણસના શરીરના લોહીમાં પ્રતિ માઇક્રોલિટર 1.5 થી 4.5 લાખ પ્લેટલેટ હોય છે. હોસ્પિટનમાં સિનીયર ડોક્ટરોએ પીટીઆઇને આપેલી માહિતી પ્રમાણે તેના શરીરનું તાપમાન 99 ડિગ્રી માપવામાં આવ્યું છે. તેને હજુ કોઇ દુખાવાની કોઇ ફરીયાદ નથી કરી પરંતુ સ્થિતિ ચિંતાજનક લાગી રહી છે.
