સાઉથ આફ્રિકાના પોચેસ્ટ્રોમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટ્વેન્ટી-20 સિરીઝની બીજી મેચમાં ડેવિડ મિલરે ઇતિહાસ રચ્યો હતો. મિલરે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટસમેન બન્યો છે. મિલરે 35 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. મિલર 36 બોલમાં 101 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ પહેલા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના જ રિચર્ડ લેવીના નામે હતો. લેવીએ વર્ષ 2012માં ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં 45 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો બેટસમેન ડૂપ્લેસિસ અને ભારતનો લોકેશ રાહુલ છે, જેણે 46-46 બોલમાં સદી ફટકારી હતી. રાહુલે વેસ્ટઇન્ડિઝ સામે 46 બોલમાં સદી પુરી કરી હતી. જ્યારે ડુપ્લેસીએ પણ 46 બોલમાં વેસ્ટઇન્ડિઝ સામે સદી ફટકારી હતી.