બુમરાહના દાદાની લાશ મળી
અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ(AFES)ને ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ વચ્ચે સાબરમતી નદીમાંથી ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહ બુમરાહનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સંતોક સિંહ પાછલા 3 દિવસથી ગુમ હતા અને વસ્ત્રાપુર પોલીસમાં આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી.
84 વર્ષીય દાદા 2 દિવસથી હતા ગુમ
ઈન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર જસપ્રીત બુમરાહના 84 વર્ષીય દાદા સંતોક સિંહ બુમરાહ 8મી ડિસેમ્બરના રોજથી ગુમ થયા હતા. ઉલ્લેખનીય છે કે તે જસપ્રીત બુમરાહને મળવા ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા પરંતુ કહેવામાં આવે છે કે તેમને વાત કરવા કે મળવા નહોતા દેવાયા. ત્યારપછી તે ઘરે પાછા નથી ફર્યા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરુ કરી છે.
પુત્રીએ નોંધાવી હતી પિતાની ગુમ થયાની ફરિયાદ
વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ નજીક આવેલા સોનલ એપાર્ટમેન્ટમાં રજીંદ્રકોર સંતોકસિંગ બુમરાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, મારા પિતાજી નામે સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ(૮૪) ગુમ થઇ ગયા છે. સંતોકસિંગ ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને પંજાબી ભાષા જાણે છે. દરમિયાનમાં રજીદ્રકોરની ભાભી દલજીતકોર જસવીરસિંગ બુમરાહ(રહે. ગોયલ ઇટરસીટી, સાલ હોસ્પિટલની બાજુમાં થલતેજ)નો પુત્ર જસપ્રીત બુમરાહ ક્રિકેટર છે.
બુમરાહને મળવા માંગતા હતા
પોલીસે જણાવ્યું કે, સંતોક સિંહની દીકરી રજિન્દર કૌર બુમરાહે શુક્રવારે રાતે ફરિયાદ નોંધાવી છે. રજિન્દર કોર વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે રહે છે. તેમના સ્ટેટમેન્ટ અનુસાર, સંતોક સિંહે જસપ્રીતની માતા દલજીત કૌર બુમરાહને શુક્રવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બુમરાહને મળવા દેવાની વાત કરી હતી. પરંતુ તેમને મળવાની કે વાત કરવા દેવાની મંજૂરી નહોતી મળી. ત્યારપછી તે ગાયબ છે.
દાદાને ૮ ડિસેમ્બર બપોરના દોઢ વાગ્યે સુમારે ભાભીએ ક્રિકટર પૌત્રને મળવાની ના પાડી
દાદાને ૮ ડિસેમ્બર બપોરના દોઢ વાગ્યે સુમારે ભાભીએ ક્રિકટર પૌત્રને મળવાની ના પાડી હતી અને મોબાઇલ નંબર પણ આપવાની ના પાડતા દાદાને મનમાં લાગી આવ્યું હતુ. મનમાં લાગી આવતા ૮૪ વર્ષના દાદા ઘરથી કોઇને ક્યા વગર ક્યાક ચાલ્યા ગયા છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે પરંતુ હજુ પણ ૮૪ વર્ષીય ક્રિકેટરના દાદાની ભાળ મળી નથી.
બુમરાહનો પરિવાર છે મૌન
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ જણાવ્યું કે, સંતોક સિંહને શોધવાની શરુઆત થઈ ગઈ છે. રજિન્દર કૌરે પત્રકારોને જણાવ્યું કે, સંતોક સિંહ બુમરાહને એકવાર મળવા માંગતા હતા. આ પહેલા પણ તેમણે બુમરાહને મળવાનો પ્રયત્ન કર્યો હતો. સંતોક સિંહે ફોન કરીને જાણે આત્મહત્યા કરવાના હોય તે રીતે વાત કરતા પરિવારની ચિંતા વધી હતી. જો કે બુમરાહના પરિવારે આ બાબતે ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો હતો.
રિક્ષા ચલાવીને ગુજરાન
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, પહેલા સંતોક સિંહના અમદાવાદમાં ફેબ્રિકેશન યુનિટના 3 યુનિટ્સ હતા. બુમરાહના પિતાની મૃત્યુ પછી દેવું ચુકવવા માટે તેમણે આ યુનિટ્સ વેચી દીધા અને ઉત્તરાખંડ જતા રહ્યા. અત્યારે તે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.