એમસીસીનાં ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) ક્રિકેટને 2028માં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક રમતોમાં સામેલ કરવાના પ્રયત્નોમાં કરી રહ્યું છે. ગૈટિંગએ આ વાત આ સપ્તાહે લોર્ડસમાં આઇસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહ દ્વારા કરવામાં આવેલા હવાલાથી કહી છે.
ક્રિક ઇન્ફો વેબસાઇટે ગૈટિંગના હવાલાથી લખ્યુ,’અમે મનુ સ્વાહા સાથે વાત કરી રહ્યા હતા અને તેમને આ વાતને લઇ ખુબ જ આશા છે કે, ક્રિકેટને 2028 ઓલિમ્પિકની રમતોમાં સ્થાન મળી શકે છે. આ અંગે તેઓ ખુબ જ મજબૂતીથી કામ કરી રહ્યા છે. આ વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે ખુબ જ મોટી વાત છે’. ગૈટિંગે કહ્યું,’તે આખા મહિનાની નહીં પણ માત્ર બે સપ્તાહની વાત હશે. અને ઓલિમ્પિક્સમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં કોઇ મુશ્કેલી નહી આવે.’
હાલમાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ક્રિકેટને 2022માં યોજાનારા બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવશે. ગૈટિંગે કહ્યું કે, નજીકના અઠવાડિયામાં આ વાતની પુષ્ટિ થઇ જશે. ઇંગ્લેન્ડના આ માજી બેટ્સમેને કહ્યુ હતું કે ’મને લાગે છે કે, કાલે અથવા એક-બે દિવસમાં આ વિશે નિવેદન આવી શકે છે કે, મહિલા ક્રિકેટર એજબેસ્ટનમાં યોજાનારા રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ભાગ લેશે કે નહી. અમને આશા છે કે, આ મામલે મંજૂરી મળી જશે, જે ખુબ જ રોમાંચક હશે.’
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયત્ન ઘણીવાર થઇ ચૂક્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં તો ક્રિકેટ એકવાર ભાગ પણ લઇ ચૂક્યું છે પરંતુ ઓલિમ્પિકમાં સામેલ થવાનું સપનું અત્યાર સુધી પણ પૂર્ણ થઇ શક્યુ નથી. જોવુ રસપ્રદ રહેશે કે માઇક ગૈટિંગ શું તમામ ક્રિકેટ પ્રશંસકોનું આ સપનું પૂર્ણ કરી શકે છે નહી.