પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ શમી અને તેના ભાઇ હસીદ અમહદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે શમીને 15 દિવસમાં સરેન્ડર કરવા જણાવ્યું છે. શમીની પત્ની હસીન જહાં દ્વારા ડોમેસ્ટિક વાયલન્સ મામલે શમી અને તેના ભાઇ સામે કેસ દાખલ કર્યો છે.
કોર્ટ દ્વારા કોલકાતા પોલીસને જણાવાયું છે કે જો 15 દિવસમાં શમી સરેન્ડર નહીં થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. એ ઉલ્લેખનીય છે કે શમીની હસીન જહાં સાથે પહેલી મુલાકાત 2012ની આઇપીએલ દરમિયાન થઇ હતી, તે સમયે હસીન કેકેઆરની ચિયર લિડર હતી અને તે પછી બંનેએ 2014માં પ્રેમ લગ્ન કર્યા હતા.