ભારત સામે અહીં રમાયેલી બીજી વન-ડેમાં ક્રિસ ગેલે ભલે 11 જ રન કર્યા હોય પણ તે છતાં તેણે બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રવિવારની વન-ડેમાં તે મેદાન પર ઉતર્યો તેની સાથે જ વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક વન-ડે રમવાના બ્રાયન લારાના રેકોર્ડને તેણે તોડી નાંખ્યો હતો અને વિન્ડીઝ વતી સર્વાધિક 300 વન-ડે રમનારો તે પહેલો ખેલાડી જ્યારે વિશ્વનો 21મો ખેલાડી બન્યો હતો. સૌથી વધુ મેચ રમનારાઓની યાદીમાં સચિન તેંદુલકર 463 મેચ સાથે ટોચના સ્થાને છે.
તે પછી જ્યારે ગેલ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે જેના 7 રન પુરા કર્યા તેની સાથે જ તેણે વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક રન કરવાના લારાના જ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ગેલ બીજી વન-ડેમાં 11 રન કર્યા હતા અને તેની સાથે જ તેના નામે 10353 રન નોંધાયા હતા. અત્યાર સુધી આ રેકોર્ડ 10348 રન સાથે લારાના નામે હતો.
વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક વન-ડે રન કરનારા ખેલાડીઓ
ખેલાડી મેચ ઇનિંગ રન સર્વોચ્ચ સદી અર્ધસદી
ક્રિસ ગેલ 297 290 10353 215 25 52
બ્રાયન લારા 295 285 10348 169 19 62
ચંદરપોલ 268 251 8778 150 11 59
ડેસમંડ હેઇન્સ 238 237 8648 152* 17 57
વિવ રિચર્ડસ 187 167 6721 189* 11 45
વેસ્ટઇન્ડિઝ વતી ક્રિસ ગેલના રેકોર્ડ
સર્વાધિક વન-ડે 297
સર્વાધિક રન 10353
સર્વાધિક સદી 25
સર્વોચ્ચ સ્કોર 215
સર્વાધિક છગ્ગા 325
સર્વાઘિક કેચ 123