Champions Trophy:પાકિસ્તાન નહીં મોકલી શકું, ચેમ્પિયન્સ ટ્રોફી પર રાજીવ શુક્લાનું નિવેદન, કહ્યું- ખેલાડીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે.
Champions Trophy: BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવી અશક્ય છે, કારણ કે ખેલાડીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ છે. શુક્લાએ સ્પષ્ટતા કરી કે BCCI હાઇબ્રિડ મોડલનું સમર્થન કરી રહ્યું છે, જેમાં ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે, જ્યારે અન્ય મેચો પાકિસ્તાનમાં યોજાશે.
પીટીઆઈ સાથે વાત કરતા રાજીવ શુક્લાએ કહ્યું, “અમારું ધ્યાન ખેલાડીઓ અને તેમની સુરક્ષા પર છે અને તેના કારણે અમે ટીમને પાકિસ્તાન મોકલી શકતા નથી.” આ સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક શરત મૂકી છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે તો પાકિસ્તાનની ટીમ 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. બીસીસીઆઈ આ શરત સ્વીકારવા તૈયાર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં યોજાઈ હતી, જ્યારે પાકિસ્તાને ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.