Champions Trophy: અફઘાનિસ્તાન સામે હાર બાદ જોસ બટલરની કેપ્ટનશીપ મુશ્કેલીમાં, જાણો સંપૂર્ણ ગણિત
Champions Trophy 2025માં ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સામે 8 રનથી હારી ગયું હતું, ત્યારબાદ જોસ બટલરની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થયા છે. આ પહેલા જોસ બટલરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો, જેના કારણે ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડની સફરનો અંત આવ્યો છે.
Champions Trophy અફઘાનિસ્તાન સામેની હાર બાદ બટલરે પોતાની કેપ્ટનશીપ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હું આ સમયે કોઈ ભાવનાત્મક નિવેદન નહીં આપું, પરંતુ કેપ્ટનશીપ અંગે મોટો નિર્ણય લઈ શકાય છે.” ઈંગ્લેન્ડ માટે 2019 ODI વર્લ્ડ કપ જીત્યા પછી, બટલરની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડનું પ્રદર્શન ત્રણ મોટી ICC ટુર્નામેન્ટમાં નિરાશાજનક રહ્યું છે, જેમાં ODI વર્લ્ડ કપ 2023, T20 વર્લ્ડ કપ 2024 અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સમાવેશ થાય છે.
બટલરે અફઘાનિસ્તાન સામેની હાર વિશે કહ્યું, “આ એક શાનદાર મેચ હતી, પરંતુ હારેલી ટીમનો ભાગ બનવું નિરાશાજનક છે. અમારી ટીમ 48મી ઓવર સુધી મેચમાં હતી, પરંતુ જેમી ઓવરટનની વિકેટ પડ્યા પછી મેચ પલટી ગઈ. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ છેલ્લી 10 ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું, અને તે પછી અમારી પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ.”
આ નિરાશાજનક પરિણામો પછી, જોસ બટલરની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અને આ પછી આગામી સમયમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.