Champions Trophy 2025: જાણો ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાના મતે, ભારતીય ટીમની જાહેરાત 18 અથવા 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
ઇંગ્લેન્ડ ODI સીરિઝ માટેની ટીમ પણ જાહેર થશે
PTIના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત પણ આ સમયે થઈ શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મ છતાં, બંને ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.
ભારતનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે
સુરક્ષાના કારણોસર ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો છે. ભારતીય ટીમ હવે તેની બધી મેચ દુબઈમાં રમશે. આ ટુર્નામેન્ટ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમીને શરૂ થશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટી મેચ રમાશે, જ્યારે 2 માર્ચે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે.
India's Champions Trophy squad likely to be announced by 17th or 18th January. (Cricbuzz).
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025
T20 સીરિઝનો શેડ્યૂલ
ઇંગ્લેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ 22 જાન્યુઆરીએ કોલકાતામાં શરૂ થશે. મોહમ્મદ શમીની વાપસી સાથે ઝડપી બોલિંગ હુમલાને મજબુત કરવામાં આવ્યું છે. સુર્યકુમાર યાદવ ટીમના કપ્તાન તરીકે રહેશે અને અક્ષર પટેલને ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.