Champions Trophy 2025: ભારતની મેચો દુબઈમાં રમાશે, PCBએ પુષ્ટિ કરી
Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પુષ્ટિ કરી છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેની મેચો દુબઈમાં રમશે. PCBએ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કર્યું છે, જ્યાં ભારતની મેચો યોજાશે.
Champions Trophy 2025 હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સ્થળને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અગાઉ, ICC એ ઔપચારિક રીતે જાહેરાત કરી હતી કે ભારતની મેચો તટસ્થ સ્થળોએ યોજાશે. આ પછી પીસીબીને તટસ્થ સ્થળ પસંદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, અને હવે પીસીબીએ પુષ્ટિ કરી છે કે આ ટુર્નામેન્ટમાં ભારતની મેચ માટે દુબઈ સ્થળ હશે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ 21 ડિસેમ્બરે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ના અધ્યક્ષ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન સાથે બેઠક કરી હતી, જેમાં આ મુદ્દાને ઉકેલવામાં આવ્યો હતો. બેઠક બાદ પીસીબીના પ્રવક્તા આમિર મીરે જાહેરાત કરી કે દુબઈને ભારતની મેચો માટે તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ:
ભારતની ત્રણેય ગ્રુપ સ્ટેજની મેચ દુબઈમાં યોજાશે. જો ભારતીય ટીમ સેમી ફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો આ મેચો પણ દુબઈમાં રમાશે. જો કે, ટુર્નામેન્ટનું સત્તાવાર શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
તટસ્થ સ્થળનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
વાસ્તવમાં, બીસીસીઆઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, ત્યારબાદ તટસ્થ સ્થળ પર ચર્ચા તેજ થઈ ગઈ. આ પછી ICCએ નિર્ણય લીધો કે ભારત સામેની મેચો તટસ્થ સ્થળ દુબઈમાં રમાશે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરે છે.