Champions Trophy 2025: શું વરુણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશ કરશે?
Champions Trophy 2025 વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 5 વિકેટ લઈને ઘણી ચર્ચામાં છે. હવે તેના ફોર્મને જોતા તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવાની ચર્ચા છે.
Champions Trophy 2025 ભારતીય T20 ટીમનું ફોર્મ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. સાઉથ આફ્રિકા સામેની બીજી ટી20 મેચમાં ભલે ભારતીય ટીમ નાના સ્કોરનો બચાવ કરી શકી ન હતી, પરંતુ ભારતીય ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આમાં સૌથી શાનદાર પ્રદર્શન વરુણ ચક્રવર્તીનું હતું. તેણે પોતાની બોલિંગથી અડધી દક્ષિણ આફ્રિકાની ટીમને પેવેલિયન પરત મોકલી દીધી હતી. હવે વરુણને લઈને એવી માંગ ઉઠી રહી છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં જગ્યા આપવામાં આવે, જેના માટે દિનેશ કાર્તિકે પણ ટ્વિટ કર્યું.
દિનેશ કાર્તિકે
ભારતીય ટીમના પસંદગીકારોને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં જગ્યા આપવી જોઈએ. કાર્તિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો કે વરુણ હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેને પસંદ ન કરવો એ ‘મોટી ભૂલ’ સાબિત થઈ શકે છે.
દિનેશ કાર્તિકે પોતાની પોસ્ટમાં કહ્યું- “જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે વરુણ ચક્રવર્તીને પસંદ નહીં કરે તો તે એક મોટી ભૂલ હશે. તે એક શાનદાર બોલર તરીકે ઉભરી આવ્યો છે અને તેના પ્રદર્શનની અવગણના કરવી યોગ્ય નથી.”
લાંબા સમય બાદ
વરુણ ચક્રવર્તી બાંગ્લાદેશ સામેની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝમાં વાપસી કરીને ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. 2021માં UAEમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ બાદ વરુણને ટીમમાં તક મળી ન હતી, પરંતુ IPL 2024માં તેના પ્રદર્શને પસંદગીકારોને તેને પસંદ કરવા મજબૂર કર્યા હતા. આઈપીએલમાં, ચક્રવર્તીએ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધુ વિકેટ લીધી અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.