મુંબઇ : સોમવારે કલકત્તાના ઇડન ગાર્ડનમાં ભારતને વિજયની એકદમ નજીક લાવી દેનાર અને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર પેસ બોલર ભુવનેશ્વર કુમાર પોતાના જ લગ્નને કારણે શુક્રવારથી નાગપુરમાં શરૂ થતી બીજી ટેસ્ટ નહીં રમી શકે, ફાસ્ટ બોલર ભુવનેશ્વરની બહેન રેખાએ જણાવ્યું હતું.
પહેલી ટેસ્ટની પુરી થયા બાદ તેની બહેન રેખા સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે, “ગુરુવારે તેના અહીં મેરઠ ખાતે લગ્ન છે, એટલે બીજા દિવસથી શરૂ થતી ટેસ્ટ એ કેવી રીતે રમી શકશે ?”. તેની બહેનને યાદ અપાવ્યું કે શ્રીલંકન બોલર અકેલા ધનંજય ઓગસ્ટમાં પરણીને બીજા જ દિવસે ભારત સામે વન ડે રમવા કેન્ડીમાં હાજર થઈ ગયો હતો.
“ભુવનેશ્વરના મેરઠના લગ્ન (23 નવેમ્બર) બાદ અમે અમારા ગામમાં (લુહારી) સત્કાર સમારંભ યોજાવાનો છે, એટલે તેને બીજી ટેસ્ટ પડતી જ મુકવી પડશે”. રેખાના કહેવા પ્રમાણે “તેણે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી મેળવી લીધી છે.”
“ભારતીય ખેલાડીઓ ટેસ્ટ રમવામાં હશે એટલે લગ્નમાં તેઓ હાજર નહીં હોય, પરંતુ, આવતા મહિને દિલ્હી ટેસ્ટ દરમ્યાન તાજ હોટેલમાં અમે રિસેપ્શન ગોઠવ્યું છે, અને ભારત અને શ્રીલંકાની બન્ને ટીમોને આમંત્રણ આપીશું” પિતા કિરણ પાલ સિંહે ઉમેર્યું.
કલકતાની મેચમાં મેન ઓફ ધ મેચના પુરસ્કાર બદલ બહેન રેખાએ આનંદ વ્યક્ત કર્યો હતો. “લગ્ન પૂર્વેની સોગાદ મારા ભાઈને મળી ચુકી છે. ભારત વિજય મેળવી શકયું હોત તો આ ખુશી બેવડાઈ જાત”, બહેને અંતમાં ઉમેર્યું. ભુવીની ભાવી પત્નીનું નામ નૂપુર છે.