મુંબઇ: સ્પોટ ફિક્સિંગ મામલામાં ઘેરાયેલો ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંત અને બીસીસીઆઈ વચ્ચે મામલો શાંત નથી પડી રહ્યો .હાલમાં જ કેરલ હાઈકોર્ટ દ્વારા તેના પર પ્રતિબંધને યથાવત કર્યા બાદ શ્રીસંતે એક નિવેદન આપ્યું હતું. શ્રીસંતે કહ્યું હતું કે બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ નથી હટાવ્યો, તો તે બીજા દેશ માટે ક્રિકેટ રમશે. શ્રીસંતે કહ્યું કે બીસીસીઆઈએ મારા પર પ્રતિબંધ લગાવ્યો છે. ના કે આઈસીસીએ હું કોઈ બીજા દેશ માટે તો રમી જ શકું છું.
હું અત્યારે 34 વર્ષનો છું અને હું વધુમાં વધું 6 વર્ષ હજી રમી શકું છું. એક ક્રિકેટ પ્રેમી હોવાના કારણે ક્રિકેટ રમવા માંગું છું. બીસીસીઆઈ એક ખાનગી ફર્મ છે. આ તો આપણે કહીએ છીએ કે એક ભારતીય ટીમ છે. શ્રીસંતે કહ્યું કે જો હું કોઈ અન્ય દેશ માટે રમું તો આ સન્માનની વાત હશે. જોકે રણજી ટ્રોફીમાં કેરલ ટીમનું પ્રતિનિધિત્વ એક અલગ વાત છે. હું કેરલ માટે રણજી અને ઈરાની ટ્રોફી જીતવાની આશા હતી. ઉલ્લેખનીય છે કે શ્રીસંતની 2013માં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ માટે ધરપકડ કરવામાં આવી હતી. જેના માટે તેને થોડો સમય જેલમાં પણ વિતાવવો પડ્યો હતો.