દુબઇ : ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત વર્ષ ૨૦૨૩ માં રમાવનારા ક્રિકેટ વર્લ્ડ કપ અને ૨૦૨૧ માં રમાવનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજક હશે. ICC એ આ અંગેની જાહેરાત સોમવારે કરી છે.
2૦૧૯ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવવાનો છે ત્યાર બાદ ૨૦૨૩ નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાશે. ભારત આ પહેલા પણ વર્ષ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ માં ભારત ૫૦ ઓવરના વર્લ્ડ કપનું સફળ આયોજન કરી ચુક્યું છે. ૨૦૧૧ વર્લ્ડ કપ તો એટલો સફળ રહ્યો હતો કે તે રેકોર્ડ ચાહકોએ પણ જોયો હતો. ૨૦૧૧ માં ભારતમાં રમાયેલ વર્લ્ડ કપની વિજેતા પણ ભારત જ રહ્યું હતું. આ વર્લ્ડ કપને ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યું હતું અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને એક યાદગાર વિદાઈ આપી હતી. વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલીયન ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા છે. તેમને વર્ષ ૨૦૧૫ માં ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપને જીત્યો હતો.
વર્લ્ડ કપના સિવાય ૨૦૨૧ માં પ્રસ્તાવિત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પણ ભારતમાં જ થશે. આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત રનર-અપ રહ્યું હતું. જ્યાં ફાઈનલ મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.