ભારતમાં મહિલા ક્રિકેટને વધતા ક્રેઝને જોતા ભારતીય ક્રિકેટ બોર્ડ મહિલા ક્રિકેટ ટીમના વિકાસ માટે સંપુર્ણ રીતે સમર્થન કરે છે. ભારતીય મહિલા ક્રિકેટના નવા મહિલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય મેચના અનુભવ કરાવવા માટે BCCI એ આવતા મહિનામાં મહિલા બાંગ્લાદેશ એ ટીમનું ભારત પ્રવાસનું આયોજન કર્યું છે.
BCCI ના વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “આ પ્રવાસમાં બાંગ્લાદેશ મહિલા એ ટીમ ભારતની મહિલા એ ટીમ પાંચ અનઓફિશીયલ વન-ડે મેચ અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રિય મેચ રમશે. આ કાર્યક્રમથી પસંદગી કર્તાઓને નવી મહિલા ક્રિકેટરો અને બેંચ સ્ટ્રેંથ મળી શકશે. સંભાવનાએ પણ છે કે લાંબા સમય માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા હોવા છતાં રમવાની તક ન મળનાર ખેલાડીઓને પણ આ સીરીઝમાં રમવાની તક મળી શકે છે.