Babar Azam: બાબર આઝમને કેપ્ટનશીપથી હટાવી શકાય છે, જાણો કોને મળશે પાકિસ્તાનની જવાબદારી
Babar Azam: બાબર આઝમ તેના ખરાબ ફોર્મના કારણે ઘણા ટ્રોલ થયા છે. હવે તેની પાસેથી કેપ્ટન્સી પણ છીનવાઈ જવાની છે. આ અંગે એક મહત્વની માહિતી સામે આવી છે.
તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં Babar Azam નું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ કારણે બાબરને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે બાબર પર મુસીબતના વાદળો ઘેરાઈ રહ્યા છે. બાબરને ODI અને T20ની કેપ્ટનશીપથી હટાવી શકાય છે. તેના સ્થાને મોહમ્મદ રિઝવાનને કેપ્ટનશીપ મળી શકે છે. તાજેતરમાં ચેમ્પિયન્સ ODI કપ માટે ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સુકાનીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પણ તેમાં બાબરનું નામ નહોતું.
વાસ્તવમાં પાકિસ્તાનને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે અને ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. બાબરને કેપ્ટનશીપથી હટાવી શકાય છે. તેમની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને જવાબદારી મળી શકે છે. ટીમના સફેદ બોલના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને પણ આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી છે. બાબર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.
ચેમ્પિયન્સ ODI કપ પાકિસ્તાનમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પાકિસ્તાનની સાથે અન્ય દેશોના ખેલાડીઓ પણ આમાં રમશે. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે અને તમામના કેપ્ટનના નામ જાહેર કરવામાં આવ્યા છે. મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી, શાદાબ ખાન, મોહમ્મદ હરિસ અને શકીલને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પરંતુ બાબરને કોઈ ટીમની જવાબદારી મળી નથી. આ એ પણ સંકેત છે કે બાબર માટે ભવિષ્ય મુશ્કેલ બનવાનું છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બરમાં
3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. બીજી વનડે 8 નવેમ્બરે એડિલેડમાં રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે 10 નવેમ્બરે પર્થમાં રમાશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 14 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. બીજી મેચ 16 નવેમ્બરે સિડનીમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ 18 નવેમ્બરે હોબાર્ટમાં રમાશે.