Babar Azam: હવે બાબરનું નહીં ચાલે! પાકિસ્તાનની કેપ્ટનશીપ છીનવી લેવાનું મોટું અપડેટ
Babar Azam: બાબર આઝમ પાકિસ્તાન ટીમના કેપ્ટન રહેશે કે નહીં. પાકિસ્તાની ટીમના બંને કોચે આ અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે.
Babar Azam પાકિસ્તાનની ટીમ સતત ટીકાઓથી ઘેરાયેલી છે. 2023 ODI વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન, પછી T20 વર્લ્ડ કપ 2024 અને હવે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર. આ ખરાબ પ્રદર્શનને કારણે ODI અને T20 ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટન અને ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પીએ PCB સમક્ષ એક અનોખી માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્સ્ટન અને ગિલેસ્પીએ પાકિસ્તાન ટીમના કેપ્ટન કોને રહેવું જોઈએ તે અંગે રસપ્રદ સ્ટેન્ડ રજૂ કર્યું છે.
બાબર આઝમ અને શાન મસૂસને કેપ્ટનશીપથી હટાવવાના સમાચાર માત્ર અફવા છે. PCBના એક સૂત્રએ જણાવ્યું કે ગેરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પી સંમત છે કે બંને સુકાનીઓને પોતાને સાબિત કરવા માટે થોડો સમય આપવો જોઈએ. બાબર અને શાન બંનેએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કેપ્ટન તરીકે થોડો વધુ સમય ઈચ્છે છે.
કોચ ટીમ નક્કી કરશે, PCB નહીં
બાબર આઝમ અને શાન મસૂદની કેપ્ટનશીપ છીનવીને ભૂલી જાઓ, આ મુદ્દો પણ ચર્ચામાં આવ્યો નથી. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ ટીમની પસંદગી અને કેપ્ટનશિપની જવાબદારી બંને કોચ પર છોડી દીધી છે. આ મહિને લાહોરમાં ક્રિકેટ કનેક્શન નામની વર્કશોપ પણ યોજાવાની છે. આ આગામી વર્કશોપમાં બેઠકમાં કેપ્ટન અને ટીમ સિલેક્શનનો મુદ્દો ઉઠાવવામાં નહીં આવે તેવું બહાર આવ્યું છે.
આ વર્કશોપનું આયોજન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ગેરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પી સ્થાનિક કોચ સમક્ષ એજન્ડા રજૂ કરી શકે કે રાષ્ટ્રીય ટીમ માટે ખેલાડીઓને તૈયાર કરવા માટે તેઓએ શું કરવાનું છે. બાબર આઝમ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કેપ્ટન તરીકે ચાલુ રહેવાના સમાચાર છે.