ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાએ શુક્રવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. મુંબઇના અંડર-23 અને અંડર-19 ટીમના સંભવિત બૉલર્સ ભારતીય બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. તેમાંથી એક એવો બૉલર પણ હતો જેના પર સૌ કોઇની નજરો ટકેલી હતી.
આ યુવા ખિલાડી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો દિકરો અર્જૂન તેંડુલકરનો હતો. અર્જૂન શિખર ધવન અને વિરાટ કોહલી માટે બૉલિંગ કરી. જ્યારે સચિન ભારતીય ટીમનો મેમ્બર હતો ત્યારે અર્જૂન ઘણીવખત તેની સાથે પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનોને બૉલિંગ કરવાની પહેલી તક હવે મળી છે. અર્જૂન ઉપરાંત અન્ય બૉલરે પણ ભારતીય બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવી.
ન્યૂઝીલેન્ડની ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ નેટમાં લેફ્ટ આર્મ બોલર્સ સામે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પહીનાની શરૂઆતમાં અર્જૂન તેંડુલકરે મુંબઈ અંડર-19 ટીમ માટે વીનૂ માકંડ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેનું પ્રદર્શન સારું નહોતું રહ્યું. તેને ચાર મેચ બાદ ટીમથી બહાર કરી દેવાયો હતો. અર્જૂને આ મેચોમાં 6 ઓવર ફેંકીને 62 રન આપ્યા હતા.
અર્જૂને કેપ્ટન કોહલીને એક બાઉન્સર પર ઝૂકવા માટે મજબૂર કર્યો હતો. આ પહેલા જૂલાઇમાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે અર્જૂને નેટ્સ પર ઇંગ્લિશ ઑલરાઉન્ડર જોની બેયસ્ટોની સામે એક શાનદાર યોર્કર ફેંકી જે બાદ બેયસ્ટોને બહાર જવું પડ્યું હતુ.