ગુરૂવારથી અહી શરૂ થયેલી વરસાદી વિઘ્નવાળી ત્રીજી એશિઝ ટેસ્ટના પહેલા દિવસે લથડી પડેલા ઓસ્ટ્રેલિયાને ઓપનર ડેવિડ વોર્નર અને માનર્સ લેબૂશેને સંભાળી લીધું હતું. 136 રનના સ્કોર પર વોર્નર આઉટ થયો તે પછી ઓસ્ટ્રેલિયાની ટીમ 179 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને દાવમાં મુક્યા પછી કાંગારુઓની શરૂઆત ખરાબ રહી હતી અને મેચની ચોથી ઓવરમાં જ માર્ક્સ હેરિસ આર્ચરનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો ત્યારે બોર્ડ પર માત્ર 12 રન હતા, તે પછી ઉસ્માન ખ્વાજા વિકેટ પર પોતાને સેટ કરે તે પહેલા તે પણ પેવેલિયન ભેગો થયો હતો અને ઓસ્ટ્રેલિયાએ 25 રનમાં બે વિકેટ ગુમાવી હતી.
અહીથી ડેવિડ વોર્નરે માર્નસ લેબૂશેન સાથે મળીને ટીમને સંભાળી હતી. બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઇ હતી. વોર્નર 61 રન કરીને આઉટ થયો તે પછી ટ્રેવિસ હેડ અને મેથ્યુ વેડ શૂન્ય રને આઉટ થતાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિેકેટે 139 રન થયો હતો. જો કે તે પછી 40 રનના ઉમેરામાં તેમણે બાકીની 5 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ 4 વિકેટ તો માત્ર 17 રનના ઉમેરામાં તેમણે ગુમાવી હતી.