Anrich Nortje: ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી એનરિક નોર્કિયા બહાર, ગેરાલ્ડ કોટઝી રિપ્લેસમેન્ટ લઈ શકે છે
Anrich Nortje ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત પહેલા દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેમના મુખ્ય ઝડપી બોલર એનરિચ નોર્કિયા ઈજાને કારણે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલો નોરખિયા હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે નહીં.
Anrich Nortje ગયા વર્ષના T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર રહેલા એનરિચ નોર્કિયાને તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરના તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તે સંપૂર્ણપણે ફિટ નથી અને ઈજાની સ્થિતિ ગંભીર છે, જેના કારણે તે સમયસર ફિટ થઈ શકશે નહીં. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ (CSA) એ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે, “એનરિચ નોર્કિયા SAT20 અને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે.”
નોર્કિયા માટે આ ત્રીજી વખત છે જ્યારે તે કોઈ મોટી ICC ઇવેન્ટમાંથી બહાર રહી રહ્યો છે. અગાઉ પણ, નોર્કિયા નબળી ફિટનેસ અથવા ઈજાના કારણે બે મોટી ICC ટુર્નામેન્ટમાંથી બહાર રહી ચૂક્યો છે. સપ્ટેમ્બર 2023 માં પગમાં ઈજા થઈ ત્યારથી તે એક પણ ODI રમ્યો નથી. જોકે તેણે 2024 ના T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં હારી ગયું.
દક્ષિણ આફ્રિકાના પસંદગીકારો સામે હવે મોટો પ્રશ્ન એ છે કે
નોર્કિયાના સ્થાને કોની પસંદગી કરવામાં આવશે. જોકે, એવી શક્યતા છે કે ગેરાલ્ડ કોટ્ઝીને તેમના સ્થાને પસંદ કરવામાં આવે. IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બોલિંગ કરીને 13 વિકેટો લીધા બાદ ગેરાલ્ડ કોટઝી ભારતીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તેની ધમાકેદાર ગતિ અને ચોકસાઈ તેને એક મજબૂત વિકલ્પ બનાવે છે.
ગેરાલ્ડ કોટ્ઝીએ અત્યાર સુધીમાં પોતાની ODI કારકિર્દીમાં 22 મેચોમાં 36 વિકેટ લીધી છે, જ્યારે તેમણે 19 ટેસ્ટ મેચોમાં 70 વિકેટ અને 42 T20 મેચોમાં 53 વિકેટ લીધી છે. કોટ્ઝી તેની ગતિ માટે પણ પ્રખ્યાત છે, જે તેને નોર્કિયા માટે અસરકારક વિકલ્પ બનાવી શકે છે.
દરમિયાન, દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના મુખ્ય બોલર વિના પડકારનો સામનો કરશે.