આજે IPL સિઝન 15નો પ્રથમ કવોલીફાય મેચ IPLની બે દિગ્ગજો ટીમો વચ્ચે ખેલાશે જેમાં IPL સિઝનની મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને પ્રભાવિત કરનારી અન ટોચના સ્થાન ધરાવાનાર ગુજરાત ટાઇટાન્સ અને આ સિઝન પોતાની ફોર્મને આક્રમક રીતે જાળવી રાખનાર રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે ગુજરાતના ગુજરાતીઓ અને પાડોશી રાજ્ય રાજસ્થાનના રજવાડાઓ વચ્ચે આજે કાંટા કી ટક્કર સમાન મુકાબલો રહેશે
ગત મેચમાં , ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને તૈયારીમાં હાથ અજમાવવા માટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે, ટીમ તે મેચો જીતી શકી ન હતી.
આવી સ્થિતિમાં જો ગુજરાત ટાઇટન્સને પ્રથમ બેટિંગ કરવી પડશે તો તેમના માટે સ્થિતિ મુશ્કેલ બની શકે છે. ગુજરાતના બેટ્સમેનો બોર્ડ પર પૂરતા કરી શક્તા નથી, કારણ કે બીજા ઇનિંગમાં બોલિંગ કરતી વખતે બોલરો દ્વારા ઘણા રનનો બચાવ કરી શકાય છે.
સીઝનના બીજા તબક્કામાં પણ હાર્દિકનું ફોર્મ એટલું સારું દેખાતું નથી. જો ગુજરાતને પ્રથમ સિઝનમાં પ્રથમ વખત ફાઈનલ રમવી હોય તો હાર્દિક પંડ્યાનું પ્રદર્શન હિતાવહ રહેશે.
શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડની ત્રિપુટીએ પણ બેટની આક્રમક પ્રદર્શન કરવું પડશે. રાશિદ ખાન અને લોકી ફર્ગ્યુસન રાજસ્થાનના દિગ્ગજ બેટ્સમેનોની સામે શાનદાર બોલિંગ કરી શકે છે. જોકે, શુભમન ગિલનું ફોર્મમાં પરત ફરવું ટીમ માટે ચોક્કસપણે સારા સમાચાર છે.
રાજસ્થાન રોયલ્સ આ સિઝન બાદ પ્રથમ વખત મજબૂત દેખાઇ રહી છે. તેણે પોતાની રમતથી તમામ વિરોધી ટીમોને ચોંકાવી દીધા છે. આર અશ્વિનને પ્રથમ બેટિંગ માટે મોકલવાની તેમની વ્યૂહરચના પર સતત સવાલ ઉઠ્યા હતા. જોકે, મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અડગ રહી હતી.આજે યોજાનારી મેચમાં જો ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે જેને આજની મેચમાં સૌ કોઇને નજર રહેશે