લંડનઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની વન-ડે શ્રેણી માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કોક્સ સાથે એલેક્સ હાલેસનું પણ પુનરાગમન થયું છે. હાલ ભલે બંનેનો ઇંગ્લેન્ડની 16 સભ્યોની વન-ડે ટીમમાં સમાવેશ કરાયો હોય પણ મેદાનમાં ઉતરશે કે નહીં તે પબ નાઇટમાં મારામારી મામલે ચાલી રહેલી તપાસ પછી નક્કી થશે. બંને ખેલાડી સપ્ટેમ્બરમાં પબમાં થયેલા વિવાદ પછી ટીમમાંથી બહાર હતા. વિવાદના કારણે સ્ટોક્સનો એશિઝ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એશિઝ શ્રેણી પછી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 જાન્યુઆરીથી પાંચ મેચની વન-ડે શ્રેણીની શરૂઆત થશે. સપ્ટેમ્બરમાં થયેલી બ્રિસ્ટોલ ઘટના પર થઈ રહેલી કાનૂની કાર્યવાહી પછી તેમના મેદાનમાં ઉતરવાની સ્થિતિ સ્પષ્ટ બનશે. પોલિસે સ્પષ્ટ કર્યું હતું કે હાલેસ ઉપર કોઈપણ પ્રકારનો આરોપ કે દંડ થશે નહીં. પછી તેનો ટીમમાં સમાવેશ કરાયો છે.

New Delhi: England cricketer Ben Stokes carries two bats as he gets ready for a stint at the nets during a practice session in New Delhi on Tuesday on the eve of their Twenty20 World Cup match against Afghanistan. PTI Photo by Kamal Kishore(PTI3_22_2016_000223A)