બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઇ ખત્રી નાઓને એક ફેક ફેસબુક એકાઉન્ટ યુઝર્સ દ્વારા બદનામ કરવામાં આવી રહેલાની અરજી આવતા અરજીની તપાસ સાયબર ક્રાઇમ સેલ પી.આઇ. એ.વી.કાટકડ નાઓએ સંભાળી લીધેલ.
જે અંગે તપાસ કરતા અરજદારના ફોટા નેહા ગાયકવાડ નામના ફેસબુક એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવ્યા જે નેહા ગાયકવાડ નામનું ફેસબુક એકાઉન્ટ કોનું છે ? અને તેને હાલ કોણ યુઝ કરી રહ્યું છે ? જે બાબતે ફેસબુક (યુ.એસ.એ.) પાસેથી માહિતી મંગાવેલ તે આધારે તપાસ કરતા નેહા ગાયકવાડ નામનું ફેસબુક એકાઉન્ટ કોઇ સ્ત્રીનું નહિ પરંતું જેતપુરપાવી તાલુકાના ગઢ ભીખાપુરા ગામે રહેતા એક યુવક નામે કમલેશભાઇ કનુભાઇ લુહાર નાઓનું હોય જેથી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સદરી કમલેશભાઇ નાઓની નેહા ગાયકવાડ નામના ડમી એકાઉન્ટ બનાવવા બાબતે તેમજ ફરીયાદીને કેવા કારણોસર બદનામ કરેલ છે ? તે બાબતે પુછતાછ કરતા સદરી ઇસમ એક યુવતિ સાથે પ્રેમ કરતો હતો અને તે યુવતિ ફરીયાદીની મિત્ર થતી હોય કમલેશ દ્વારા યુવતિને અવાર-નવાર જણાવવામાં આવેલ કે તું મારી સિવાય બીજી કોઇ વ્યકિત સાથે તું વાતચીત કરે છે તે બાબતે મને ગમતું નથી પરંતું યુવતિએ કમલેશનું કહેવું ન માનતા કમલેશના મનમા દ્વેશ ઉત્પન્ન થતા જે યુવક સાથે યુવતિ વાતચીત કરે છે તેને જ બદનામ કરું તો તેઓ એક-બીજા સાથે વાત કરવાનું બંધ કરશે તેમ વીચારી ઇરફાન ખત્રીના ફેસબુક એકાઉન્ટ ઉપર તેના ફોટા કોપી કરી નેહા ગાયકવાડ નામના ડમી ફેસબુક એકાઉન્ટ ઉપર અપલોડ કરી તેમા યુવક અને યુવતિ બદનામ થાય તેવી ટિપ્પણી કરી ગુનો આચરતા સદર ઇસમને છોટાઉદેપુર સાયબર સેલ દ્વારા ગણતરીના દિવસોમા જ ઝડપી બોડેલી પોલીસ સ્ટેશનમા આઇ.પી.સી. તથા ઇન્ફર્મૅશન ટેક્નોલોજી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
આમ ફેસબુક ઉપર મહિલાનું નામ ધારણ કરી એક ડમી એકાઉન્ટ બનાવનાર ઇસમની છોટાઉદેપુર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવા આવી. સાથે સાથે પોલીસ ઇન્સ્પેકટર એ.વી.કાટકડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરતા જણાવેલ કે જો કોઇ વ્યકિતને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ફેસબુક ફેક આઇ.ડી. થી હેરાન પરેશાન કરી બદનામ કરવાની કોશિષ કરવામાં આવતી હોય તો છોટાઉદેપુર સાયબર સેલનો સંપર્ક કરવો તેમજ જો કોઇ અરજદાર કે ફરીયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માંગતા હોય તો તેઓનું નામ ગુપ્ત રાખવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.