Pilot Career : પાયલોટ બનવું છે? જાણો લાયસન્સ, ટ્રેનિંગ, ખર્ચ અને પગાર વિશે દરેક ડિટેઇલ
Pilot Career : શું તમારું પણ સપનું છે આકાશમાં ઉડાન ભરવાનું? પાયલોટ બનવું એ એક પ્રતિષ્ઠિત અને ખૂબ જ આવકદાયક કરિયર છે. એકવાર Commercial Pilot License (CPL) મેળવ્યા પછી, ઉંચા પગાર સાથે વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવાની તક મળે છે. તો ચાલો જાણીએ – પાયલોટ બનવા માટે કઈ લાયકાત જોઈએ, કેટલો ખર્ચ થાય અને કેવી રીતે આ સપનું સાકાર થઈ શકે છે.
પાયલોટ બનવા માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
12મું ધોરણ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે પાસ કરેલું હોવું જરૂરી.
ઓછામાં ઓછી ઉંમર – 17 વર્ષ.
DGCA (Directorate General of Civil Aviation) દ્વારા માન્ય ફ્લાઈંગ સ્કૂલમાંથી તાલીમ લેવી.
DGCA ક્લાસ-1 મેડિકલ સર્ટિફિકેટ હોવું જરૂરી.
અંગ્રેજી ભાષામાં સારો કમાન્ડ હોવો જરૂરી.
પાયલોટ બનવા માટેના તબક્કાઓ
સ્ટુડન્ટ પાયલોટ લાઇસન્સ (SPL):
લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ બાદ આપવામાં આવે છે.
પ્રાઈવેટ પાયલોટ લાઇસન્સ (PPL):
લગભગ 40-50 કલાકની ફ્લાઈટ ટ્રેનિંગ બાદ મળે છે.
કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (CPL):
CPL મેળવવા માટે ઓછામાં ઓછા 200 કલાકનું ઉડાન અનુભવ અને થિયરી પરીક્ષાઓ પાસ કરવી પડે છે.
ભારતની જાણીતી ફ્લાઈંગ એકેડેમીઓ
ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ – ચંડીગઢ
ઇન્દિરા ગાંધી એવિએશન ટેકનોલોજી – દિલ્હી
CAE ગ્લોબલ એકેડેમી – ગોંદિયા
મધ્યપ્રદેશ ફ્લાઈંગ ક્લબ – ઇન્દોર
કેપ્ટન સાહિલ ખુરાના એવિએશન એકેડમી – પટિયાલા
અંદાજિત ખર્ચ અને કોર્સ અવધિ
કુલ ખર્ચ: ₹25 લાખથી ₹40 લાખ સુધી
અવધિ: લગભગ 18 મહિના થી 2 વર્ષ
પગાર અને અન્ય સુવિધાઓ
પ્રારંભિક પગાર: ₹1.5 લાખથી ₹4 લાખ માસિક
અનુભવી પાયલોટ: ₹8 લાખથી ₹10 લાખ સુધી માસિક
લાભ:
મફત અથવા ડિસ્કાઉન્ટેડ હવાઈ મુસાફરી
લક્ઝરી હોટેલમાં સ્ટે
હેલ્થ ઈન્શ્યોરન્સ
રિટાયરમેન્ટ લાભ
ગ્લોબલ એક્સપોઝર
પાયલોટ બનવું એ માત્ર નોકરી નહીં પરંતુ એક વિશાળ સપનાની પૂરાઈ છે. જો તમારું પણ આકાશને સ્પર્શવાનું સપનું છે તો આજથી જ તૈયારી શરૂ કરો. મહેનત, સમર્પણ અને સમય પછી સફળતા તમારી રાહ જોઈ રહી છે.