Lamborghini Urus S : લક્ઝરી કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ ભારતીય બજારમાં તેની નવી લક્ઝુરિયસ કાર Urus S લોન્ચ કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને ગ્લોબલ લેવલે રજૂ કરવામાં આવી હતી. Urusનું આ નવું વેરિઅન્ટ આ સુપર SUVનું કમ્ફર્ટ ઓરિએન્ટેડ વર્ઝન છે. નવી Lamborghini Urus Sની ભારતમાં કિંમત 4.18 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. Urus Performante કરતાં તેની કિંમત 4 લાખ રૂપિયા ઓછી છે.
Lamborghini Urus S, Audi RSQ8, Aston Martin DBX, BMW XM, Porsche Cayenne Turbo GT અને Maserati Levante Trofeo ને કોમ્પિટિશન કરે છે.
Lamborghini Urus S : એન્જિન અને ગિયરબોક્સ
Lamborghini Urus S 4.0-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન દ્વારા ઓપરેટેડ છે જે 657 bhp અને 850 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે તે માત્ર 3.5 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 305 kmph છે. Urus ના S વેરિયન્ટમાં છ ડ્રાઇવિંગ મોડ્સ છે. તેમાં સ્ટ્રાડા, સ્પોર્ટ, કોર્સા, ટેરા, નેવે અને સાબિયાનો સમાવેશ થાય છે. આ સાથે, એક નવો EGO મોડ પણ છે. દાવો કરવામાં આવે છે કે આ મોડમાં કાર લક્ઝુરિયસ, આરામદાયક અને સ્પોર્ટી SUVનો અનુભવ આપે છે.
Lamborghini Urus S : ડિઝાઇન અને ફિચર્સ
નવી Lamborghini Urus S ની ડિઝાઇન રેન્જ ટોપિંગ પર્ફોર્મન્સ ટ્રિમ જેવી જ છે. ફેરફારો વિશે વાત કરીએ તો, આગળનું બમ્પર અને કૂલિંગ વેન્ટ સાથેનું નવું બોનેટ સામેલ છે. Lamborghini Urus Performante ને પ્રમાણભૂત તરીકે કાર્બન ફાઇબર તત્વો અને Nero Cosmos Black Alcantara મળે છે. લેમ્બોર્ગિ ની આ સુપર લક્ઝરી એસયુવી સાથે ઘણા બધા કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ પણ ઓફર કરી રહી છે. કંપનીને વિશ્વાસ છે કે ભારતમાં કારને સારો પ્રતિસાદ સાપડશે.