જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તહેવારોની સિઝનમાં ઑફર મળવાની તક ગુમાવી દીધી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. ફેસ્ટિવ સીઝન સેલ પછી પણ તમે નવી કારની ખરીદી પર સારું ડિસ્કાઉન્ટ લઈ શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની YONO (YONO SBI) નવી કારની ખરીદી પર સારી ઑફર્સ આપી રહી છે. આ ઑફર્સ દ્વારા તમે 50 હજાર રૂપિયા સુધીનો લાભ લઈ શકો છો. આ લાભ માત્ર કારની ખરીદી પર જ નહીં પરંતુ બાઇક પર પણ મેળવી શકાય છે.
YONO SBI દ્વારા કાર ખરીદવાથી તમને માત્ર પૈસામાં જ ફાયદો નહીં થાય પરંતુ કંપનીઓ દ્વારા આપવામાં આવતા લાભો પણ મળશે.
કેટલીક ઓટો કંપનીઓ કાર ડિલિવરીમાં YONO SBI ગ્રાહકોને પ્રાથમિકતા આપી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે YONO SBI દ્વારા કાર ખરીદો છો તો તમારે કારની ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં. તમને કારની ડિલિવરી તરત જ મળી જશે.
જાણો શું છે ઑફર
જો તમે SBI YONO એપ પરથી મહિન્દ્રા XUV અથવા Renault કાર ખરીદો છો, તો તમને કાર સાથે આવતી એક્સેસરીઝ બિલકુલ ફ્રીમાં મળશે. રેનો કાર ખરીદવા પર તમને રૂ.5,000 સુધીની એસેસરીઝ મળશે. મહિન્દ્રા XUVની ખરીદી પર 3,000 રૂપિયા સુધીની એસેસરીઝ ઉપલબ્ધ થશે. ટોયોટા નવી કાર ખરીદવા પર 5,000 રૂપિયા સુધીની એક્સેસરીઝ પણ ઓફર કરી રહી છે.
એસેસરીઝ ઉપરાંત કેટલીક કંપનીઓ કેશ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમે Datsun GO કાર ખરીદો છો, તો તમને 4,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ મળી શકે છે. ટાટા મોટર્સની કાર પર 5,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ટુ વ્હીલર્સ પર પણ ગ્રેટ ડિસ્કાઉન્ટ મેળવો
કાર સિવાય, જો તમે YONO એપથી ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક કંપનીઓ અહીં બાઇક અને સ્કૂટર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. હીરો સ્કૂટર પર તમે 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લઈ શકો છો. જો તમે હીરો ઈલેક્ટ્રીકની ઈ-બાઈક ખરીદો છો, તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.