દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી તેની બે પ્રસિદ્ધ કાર સ્વિફ્ટ અને ડિઝાયરના નેક્સ્ટ જનરેશન મોડલને ટૂંક સમયમાં બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ બંને કાર પહેલાથી જ પોતાના સેગમેન્ટમાં ઘણી ફેમસ છે, હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની આ બંને કારમાં મજબૂત હાઈબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, જેના કારણે તે શાનદાર માઈલેજ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ બંને કારને આવતા વર્ષ સુધીમાં માર્કેટમાં રજૂ કરી શકે છે.
મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મૉડલ 2024ના પહેલા ભાગમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે અને કંપની આ કારમાં 1.2 લિટર મજબૂત હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. આ એન્જિન, કોડનેમ (Z12E), હાલના K12C એન્જિનની સાથે વેચવામાં આવશે. શક્ય છે કે કંપની આ કારના હાઇ વેરિયન્ટ્સમાં નવા હાઇબ્રિડ એન્જિનનો સમાવેશ થયો છે. આપને જણાવી દઈએ કે આ ટેક્નોલોજી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડરમાં જોવા મળી ચૂકી છે.
40Kmની માઈલેજ!
સુઝુકી અને ટોયોટાના કરાર હેઠળ, બંને ઓટોમેકર્સ તેમના વાહન પ્લેટફોર્મ અને ટેકનોલોજી એકબીજા સાથે શેર કરે છે. તેના આધારે ઘણા વ્હીકલ પણ બજારમાં ઉતારવામાં આવ્યા છે. જેમ કે બલેનો-ગ્લાન્ઝા, બ્રેઝા-અર્બન ક્રુઝર, ગ્રાન્ડ વિટારા-હાયરાઈડ વગેરે. ગ્રાન્ડ વિટારા અને હાઇરાઇડ દેશની સૌથી મજબૂત હાઇબ્રિડ કાર છે જે 27.97 kmpl સુધીની માઇલેજ આપે છે. સ્વિફ્ટ અને ડીઝાયર તેમની કોમ્પેક્ટ સાઈઝ અને ઓછા વજનને કારણે 35 થી 40 kmplની માઈલેજ આપે તેવી અપેક્ષા છે. જો કે, તેના વિશે હજુ સુધી કોઈ આફિશિયલ માહિતી શેર કરવામાં આવી નથી.
શું હશે કિંમત?
નવા અપડેટ્સ અને ટેક્નોલોજીથી આ બંને કારની કિંમતમાં થોડો વધારો જોવા મળી શકે છે, જોકે મારુતિ સુઝુકી હંમેશા તેની કિંમત સારી રાખવાનો પ્રયાસ કરે છે. એવું માનવામાં આવે છે કે કંપની તેને 7.50 લાખ રૂપિયાની કિંમતે ઓફર કરી શકે છે. વર્તમાન મારુતિ સ્વિફ્ટની કિંમત રૂ. 5.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 8.98 લાખ સુધી જાય છે. જ્યારે ડિઝાયરની કિંમત રૂ. 6.44 લાખથી રૂ. 9.31 લાખ સુધીની છે. આ બંને કાર પેટ્રોલ એન્જીન તેમજ CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને માઈલેજના મામલે પહેલાથી જ ઘણી ફેમસ છે.