કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ ભારતીય બજારમાં ઝડપથી પોપ્યુલારિટી મેળવી રહ્યું છે. ઓછી કિંમત, સારી માઈલેજ અને સ્પોર્ટી ડ્રાઈવિંગ એક્સપિરિયન્સને કારણે લોકો આ સેગમેન્ટની કારને વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સસ્તી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે આવા વ્હીકલ્સનું લિસ્ટ લાવ્યા છીએ. આ કાર્સની ખાસ વાત એ છે કે તેની કિંમત રૂપિયા 6.50 લાખથી પણ ઓછી છે અને તે વધુ સારા પર્ફોમન્સ માટે પણ જાણીતી છે. તો ચાલો આ SUV પર એક નજર કરીએ-
Nissan Magnite: કિંમત 6 લાખની આસપાસ
કોમ્પેક્ટ એસયુવી 1.0-લિટર નેચરલી રીતે એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તે 8 ઇંચની ટચસ્ક્રીન, 7 ઇંચ TFT સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ જેવા બેસ્ટ ફિચર્સસાથે આવે છે.
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ નાની SUVને ASEAN NCAP ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારમાં ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ABS, રિવર્સ પાર્કિંગ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ છે. આપને જણાવી દઈએ કે Nissan Magnite અને Renault Kiger બંને એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે અને બંને SUVમાં ઘણી સમાનતા છે.
કિંમતઃ રૂપિયા 6 લાખથી 10.94 લાખ (એક્સ-શોરૂમ)
માઇલેજ: 20.0 kmpl
Renault Kiger: 6.50લાખની આસપાસ
Renault Kigerનું RXT(O) વેરિઅન્ટ હવે 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને મેન્યુઅલ અથવા CVT ટ્રાન્સમિશન સાથે આવે છે. અગાઉ આ કાર 1.0L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવતી હતી. પછી તેને અપગ્રેડ કરવામાં આવ્યું. તેનું એન્જિન 72PSનો પાવર અને 96Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ જેવા ફિચર્સ છે. રેનોની આ નવી કાર PM2.5 ફિલ્ટર સાથે આવશે. આ સાથે નવા કિગરમાં સ્માર્ટફોનના વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
કિંમતઃ રૂપિયા 6.50 લાખથી 11.23 લાખ (એક્સ-શોરૂમ)
માઇલેજ: 19.17 kmpl
Tata Punch: 5.99લાખની આસપાસ
આ SUVમાં, કંપનીએ 1.2-લિટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 86PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. વિશેષતાઓ તરીકે, SUVમાં 7-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલ જેવા ફિચર્સ છે. સલામતીના મોરચે, તમને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર મળે છે. તેને સુરક્ષામાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
કિંમતઃ રૂપિયા 5.99 લાખથી 9.54 લાખ (એક્સ-શોરૂમ)
માઇલેજ: 18.97 Kmpl